વીડિયોમાં દેખાય છે કે, ભારતીય ટીમે કિવી ટીમને માત આપી ત્યારબાદ મેદાન પર યુજવેન્દ્ર ચહલ અને શ્રેયસ અય્યર ફૂલ મસ્તી સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સાથી ખેલાડીઓ મેદાન પર તે બન્નેને જોઇ રહ્યાં છે.
વીડિયોમાં ચહલ અને અય્યરના ડાન્સ સેલિબ્રેશનની પાછળ મેદાન પર ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રી પણ દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પાંચ મેચોની ટી20 સીરીઝમાં કિવી ટીમને તેમની જ ધરતી પર 5-0થી સૂપડા સાફ કરી દીધા હતા. ટી20ના ઇતિહાસમાં કોઇપણ ટીમે 5-0થી સીરીઝ જીતી નથી આ મામલે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો.