WT20 WC Latest Points Table: મહિલા ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ ભારતીય ટીમને ગઇકાલની મેચમાં 11 રનોથી હરાવી દીધી, આ સાથે જ ઇંગ્લેન્ડે ભારતની જીતનો રથ પણ રોકી દીધો હતો, આ જીત પછી ઇંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઇટને આશા છે કે, તેની ટીમ હવે સેમિ ફાઇનલમાં જરૂર આસાનીથી પહોંચી જશે. ઇંગ્લેન્ડની ટીમને સેમિ ફાઇનલમાં પહોંચવાની ટિકીટ લગભગ પાક્કી થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની આ સતત ત્રીજી જીત છે. જ્યારે ભારતીય ટીમને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે ઇંગ્લેન્ડની ટીમ 3 મેચોમાં 6 પૉઇન્ટની સાથે પહેલા નંબર પર પહોંચી ગઇ છે, અને તેની નેટ રનરેટ પણ શાનદાર છે. 


ઇંગ્લેન્ડનુ સેમિ ફાઇનલમાં પહોંચવાનું લગભગ પાક્કુ -
હરમની પ્રીત કૌરની આગેવાની વાળી ભારતીય ટીમની વાત કરીએ તો તેના 3 મેચોમાં 4 પૉઇન્ટ છે, આ રીતે ટીમ ઇન્ડિયા બીજા નંબર પર છે, ભારતીય ટીમે પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવી હતી, અને હવે ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે 11 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ ટીમ 3 મેચોમાં 6 પૉઇન્ટની સાથે પહેલા નંબર પર પહોંચી ચૂકી છે, આ ઉપરાંત તેની નેટ રનરેટ પણ શાનદાર રહી છે. આ કારણથી ઇંગ્લેન્ડની મહિલા ટીમ આસાનીથી સેમિ ફાઇનલમાં પહોંચી જશે.


ICC Womens T20 World Cup : ઇગ્લેન્ડ સામે ભારતનો 11 રને પરાજય, રેણુકાએ પાંચ વિકેટ ઝડપી


મહિલા T20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામેની રોમાંચક મેચમાં હારી ગઈ છે. ટીમ ઈન્ડિયા છેલ્લા બોલ સુધી લડતી રહી અને રિચા ઘોષે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ઇગ્લેન્ડે 11 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 140 રન બનાવી શકી હતી. ભારત તરફથી વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 52 રન બનાવ્યા જ્યારે રિચા ઘોષે અણનમ 47 રન બનાવ્યા હતા. ભારતીય બોલર રેણુકા સિંહે 5 વિકેટ ઝડપી હતી.આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી નેટ સાયવરે  સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.  આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની સતત ત્રીજી જીત છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ અને આયરલેન્ડની ટીમને હરાવી હતી. ઈંગ્લેન્ડ ગ્રુપમાં તેની છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ત્રણ મેચમાંથી ત્રણ જીત સાથે ટોપ પર છે. તેની પાસે છ પોઇન્ટ્સ  છે. ભારત ત્રણ મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. તેના ચાર પોઇન્ટ્સ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. બંનેને બે-બે પોઇન્ટ્સ છે. આરલેન્ડ ત્રણમાંથી ત્રણેય મેચ હારી ચૂક્યું છે.