South Africa Women vs India Women, Final Women's T20I Tri-Series: દક્ષિણ આફ્રિકાએ મહિલા ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝની સાથે રમાઇ રહેલી ત્રિકોણીય ટી20 સીરીઝ પર કબજો જમાવી લીધોછે. તેને ફાઇનલ મેચમાં આજે ભારતીય મહિલા ટીમને 5 વિકેટથી હરાવી દીધુ છે. ભારતે ફાઇનલ મેચમાં પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 109 રન બનાવ્યા હતા, જવાબમાં 110 રનાના ટાર્ગેટનો પીછો કરવા ઉતેરેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે 18 ઓવરોમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધુ, અને ત્રિકોણીય ટી20 સીરીઝ પર કબજો જમાવી લીધો.
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમમાં ટ્રાઓને શાનદાર પ્રદર્શન કર્યુ, તેને માત્ર 32 બૉલમાં અણનમ 57 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી, તો ભારત તરફથી સ્નેહ રાણાએ 2 વિકેટો ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ માટે લૌરા વૉલ્વાઇટ અને તાજામિન બિટ્સ ઓપનિંગ કરવા આવ્યા, આ દરમિયાન વૉલ્વાઇટ વિના ખાતુ ખોલે આઉટ થઇ ગઇ, જ્યારે બિટ્સ 8 રન બનાવીને આઉટ થઇ. લારા ગુડાલ 7 રન બનાવીને આઉટ થઇ. કેપ્ટન સુને લુસે 13 બૉલમાં 12 રન બનાવ્યા અને આઉટ થઇ ગઇ. ટ્રાઓને શાનદાર પ્રદર્શન કર્યુ, તેને 32 બૉલમાં અણનમ 57 રન બનાવ્યા. આ દરમિયાન તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા. નેરી ડર્ક્સન 8 રન બનાવીને આઉટ થઇ જ્યારે નાદિન ડી ક્લાર્ક 17 રન બનાવીને અણનમ રહી હતી.
ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 4 વિકેટના નુકશાને 20 ઓવરોમાં 109 રન બનાવ્યા, આ દરમિયાન હરલીન દેઓલે 6 રનોની ઉપયોગી ઇનિંગ રમી. હરનીલે 56 બૉલનો સામનો તકરતાં 4 ચોગ્ગા પણ લગાવ્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 22 બૉલમાં 21 રન બનાવ્યા. તેને 2 ચોગ્ગા ફટકાર્યા. ઓપનર સ્મૃતિ મંધાના કંઇ ખાસ ના કરી શકી. તે વિના ખાતુ ખોલાવે આઉટ થઇ ગઇ. જેમિમાએ 11 રન બનાવ્યા, દિપ્તી શર્માએ 16 રન અને પૂજા વસ્ત્રાકરે 1 રન બનાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકા માટે નૉનકુલુલેકો મ્લાબાએ 2 વિકેટો ઝડપી, તેને 4 ઓવરોમાં માત્ર 16 રન આપ્યા. અયાબોન્ગા ખાકાએ
3 ઓવરોમાં 17 રન આપીને એક વિકેટ લીધી. કેપ્ટન સુને લુસેને પણ એક સફળતા મળી. તેને 4 ઓવરોમાં 22 રન આપ્યા. શબનિમ ઇસ્માઇલ અને ક્લો ટ્રાઓને એક પણ વિકેટ ના મળી.
ફેબ્રુઆરી મહિનામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પુરેપુરુ શિડ્યૂલ -
2 ફેબ્રુઆરી – સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત (ત્રિકોણીય સીરીઝ ફાઇનલ)
6 ફેબુઆરી – ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (ટી20 વર્લ્ડકપ અભ્યાસ મેચ)
8 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ (ટી20 વર્લ્ડકપ અભ્યાસ મેચ)
12 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ પાકિસ્તાન (ટી20 વર્લ્ડકપ, ગૃપ -બી)
15 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (ટી20 વર્લ્ડકકપ, ગૃપ-બી)
18 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ટી20 વર્લ્ડકપ, ગૃપ -બી)
20 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ આયરલેન્ડ (ટી20 વર્લ્ડકપ, ગૃપ-બી)