Hanuma Vihari: ક્રિકેટના મેદાન પરથી એકથી એક ચઢિયાતી અને અવનવી વાતો હંમેશા માટે સામે આવતી રહી છે, હવે આ કડીમા ભારતીય બેટ્સમેનના કમાલની બેટિંગની વાત સામે આવી છે, ખરેખરમાં અત્યારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટેસ્ટના યુવા સ્ટાર ભારતીય બેટ્સમેન હનુમા વિહારી બેટિંગ કરતો દેખાઇ રહ્યો છે, પરંતુ આ વીડિયો એટલા માટે ખાસ છે કે, હનુમા વિહારી પોતે જમણેરી બેટ્સમેને હોવા છતાં તે આ વીડિયોમાં ડાબોડી બેટિંગ કરી રહ્યો છે, ફેન્સ આ વીડિયો જોઇને ચોંકી રહ્યાં છે, જુઓ વીડિયો.... 


ખરેખરમાં, રણજી ટ્રૉફીની ક્વાર્ટર ફાઇનલ મેચ અત્યારે મધ્યપ્રદેશના ઇન્દોર ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. હાલમાં રણજી ટ્રૉફીાની મેચો રમાઇ રહી છે, ક્વાર્ટર ફાઇનલ મેચમાં આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશની ટીમો આમને સામને છે, ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આંધ્ર પ્રદેશની ટીમના કેપ્ટન હનુમા વિહારી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. 


પરંતુ મેચ દરમિયાન તેને કાંડાના ભાગમાં ફેક્ચર થઇ ગયુ, આમ છતાં તે પેવેલિયન જવાના બદલે બેટિંગ કરતો રહ્યો, તેને બેટિંગમાં ખતરનાક બેટિંગ નજારો બતાવ્યો, તે ખુદ જમણેરી બેટ્સમેન છે, પરંતુ તેને હાથમાં ઇજા થતા તે ડાબોરી બેટ્સમેન તરીકે બેટિંગ કરવા લાગ્યો અને તેની આ કળા જોઇને લોકો ચોંક્યા, તેને ઇનિંગમાં એમપીના બૉલરોની જબરદસ્ત ધુલાઇ પણ કરી હતી. હનુમા વિહારીએ 57 બૉલમાં 27 રન બનાવ્યા, આ દરમિયાન તેને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. હાલમાં હનુમા વિહારીનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.






મેચમાં આંધ્રપ્રદેશે પહેલી ઈનિંગમાં તમામ 10 વિકેટ ગુમાવીને 379 રનો બનાવ્યાં હતાં. આ દરમિયાન રિકી ભુઈએ 250 બોલોમાં 18 ચોગ્ગાં અને 1 છગ્ગાં બાદ 149 રનો પોતાના નામ કર્યાં હતાં. જ્યારે કરન શિંદેએ 264 બોલમાં 12 ચોગ્ગાં અને 2 છગ્ગાં ફટકારી 110 રનોની ધમાકેદાર મેચ રમી હતી. પરંતુ આ મેચમાં હનુમા લાઈમ લાઈટમાં રહ્યાં છે. 


LBW આઉટ થયાં હનુમા


ઈન્દોરનાં હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હનુમા વિહારીને સારાંશ જૈને LBW આઉટ કર્યું. MP માટે અનુભવ અગ્રવાલે સૌથી વધુ 4 વિકેટ ચટકાર્યા હતાં જ્યારે કુમાર કાર્તિકેય અને ગૌરવ યાદવે 2-2 વિકેટો ચટકાર્યાં હતાં. આવેશ ખાન અને સારાંશ જૈનનાં નામે એક-એક વિકટ રહી.