Social Media On Pakistan Win: પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 402 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાબર આઝમની ટીમે ડકવર્થ લુઈસ મેથડ હેઠળ ન્યુઝીલેન્ડને 21 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત થઈ ગઈ છે. જો કે પાકિસ્તાનની જીત બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત ફની મીમ્સ શેર કરીને પાકિસ્તાનની જીત પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ન્યૂઝીલેન્ડની ટીમને 21 રને હરાવી હતી.
સોશિયલ મીડિયા પર ફેન્સે શું કહ્યું ?
સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે પાકિસ્તાનની ટીમ કુદરતના નિયમને કારણે જીતવામાં સફળ રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ સતત ફની મીમ્સ શેર કરી રહ્યા છે. ત્યારે , 'કુદરત કા નિઝામ' સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
ફખરે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 11 લાંબી સિક્સર ફટકારી હતી. આ દરમિયાન કેપ્ટન બાબર આઝમે તેને સાથ આપ્યો અને 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66* રન બનાવ્યા અને પોતાની ટીમને સેમિફાઇનલની રેસમાં જાળવી રાખી. આ જીત બાદ પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ અને +0.036ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને છે.