નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન ઇન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાની બેટ્સમેનોને બરાબરના ધમકાવ્યા છે. હાલ ચાલી રહેલી ઇંગ્લેન્ડ સીરીઝ દરમિયાન ડિફેન્સિવ વલણના કારણે ઇન્ઝમામ-ઉલ-હકે બેટ્સમેનો પર સવાલો ઉઠાવ્યા છે.
ઇન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાની બેટ્સમેનોને ધમકાવતા કહ્યું કે, પાકિસ્તાની બેટ્સમેનો શોટ્સ ફટકારતા ડરે છે. બેટ્સમેનોએ ડર્યા વિના રમવુ જોઇએ, ત્યારે જ ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં માત આપી શકશો. આ સીરીઝ ત્રણ મેચોની સીરીઝ છે.
ઇન્ઝમામ-ઉલ-હકે બેટ્સમેનોને કહ્યું કે, જો તમે ઇંગ્લેન્ડની સાથે બેટિંગનુ પર્ફોર્મન્સ જોશો અને તેના શોટ દેખશો તો મોટાભાગના સમયે તેમના પગ તેમના બેટના પાછળ હતા. જ્યારે તમે બૉલને તમારા બેટથી અડાડો છો તો તમારુ બેટ તમારા પગલ આગળ હોવુ જોઇએ. આમ નહીં કરો તો તમે સીધુ સ્લિપ્સમાં કેચ આપી બેસશો.
મેચમાં ઓપનિંગ દિવસ પાકિસ્તાનની ટીમ 126 રનો પર 5 વિકેટ ગુમાવી ચૂકી હતી. જ્યાં પછી વરસાદ આવી ગયો. વળી બીજા દિવસે પણ માત્ર 40.02 ઓવર્સ જ ફેંકાઇ, આ દરમિયાન પાકિસ્તાન ટીમે 9 વિકેટ ગુમાવીને 223 રન બનાવી લીધા હતા.
ઇન્ઝમામ-ઉલ-હકનુ કહેવુ છે કે, જો તમારે ઇંગ્લેન્ડને હરાવવુ હોય તો તો પાકિસ્તાની બેટ્સમેનોએ આક્રમક ક્રિકેટ રમવી પડશે.
પૂર્વ પાક ક્રિકેટરે પાકિસ્તાની ખેલાડીઓને ધમકાવ્યા, બોલ્યો- બેટ્સમેનો શૉટ ફટકારતા જ ડરે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2020 10:33 AM (IST)
ઇન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાની બેટ્સમેનોને ધમકાવતા કહ્યું કે, પાકિસ્તાની બેટ્સમેનો શોટ્સ ફટકારતા ડરે છે. બેટ્સમેનોએ ડર્યા વિના રમવુ જોઇએ, ત્યારે જ ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં માત આપી શકશો. આ સીરીઝ ત્રણ મેચોની સીરીઝ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -