ઇન્ઝમામ ઉલ હકનું માનવું છે કે, સરફરાઝ અહમદને તરત જ કેપ્ટન તરીકે હટાવવાના જગ્યાએ તેને સમય આપવો જોઈતો હતો. ઇન્ઝમામે કહ્યું કે, કેપ્ટનને સમય આપવાની જરૂરત હતી જેથી તે અનુભવની સાથે સારું કરી શકે. તેણે કહ્યું કે, “વિતેલા વર્લ્ડકપમાં પણ મને લાગ્યું કે, કેપ્ટન અને ખેલાડી ઘણાં દબાણમાં હતા. તેમને ડર હતો કે સારું નહીં રમે તો તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. આવો માહોલ ક્રિકેટ માટે સારો ન કહેવાય.”
સરફરાઝ હવે ટીમમાં કેપ્ટન નથી
ઇન્ઝમામ ઉલ હકે દાવો કર્યો કે સરફરાઝ અહમદ એક સારા કેપ્ટન બની રહ્યો હતો. ઇન્ઝમામ ઉલ કહે કહ્યું કે, સરફરાઝ અહમદને ખોટા સમયે કેપ્ટન તરીકે હટાવવામાં આવ્યો છે. જણાવીએ કે, ઇન્ઝમામ 2016થી 2019 સુધી વર્લ્ડકપ સુધી મુખ્ય સિલેક્ટર્સ હતા. મિસ્બાહ ઉલ હકના નિવૃત્ત થયા બાદ સરફરાઝને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ મિસબાહ ઉલ હકે જ્યારે ઇન્ઝમામની જગ્યા લીધી તો સરફરાઝને કેપ્ટન તરીકે હટાવી દેવામાં આવ્યો.