જાણીતી સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકેટ એડિકટર પ્રમાણે UAEમાં આઈપીએલ 2020 રમાશે. બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી-20 વર્લ્ડકપ સ્થગિત અને સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં આઈપીએલના આયોજનના સત્તાવાર જાહેરાત કરાશે.
યુએઈમાં કોરોના વાયરસના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી આઈપીએલનું આયોજન ખાલી સ્ટેડિયમમાં થશે. આઈપીએલના સમાચારને લઈ ટ્વિટર પર હેશટેગ આઈપીએલ2020 ટ્રેન્ડ થઈ રહ્યું છે.
આઈપીએલ 2020નું યુએઈમાં આયોજન કરવાની અટકળો વચ્ચે દુબઈ સિટીના ક્રિકેટ એન્ડ કોમ્પિટીશન પ્રમુખ સલમાન હનીફે કહ્યું કે, આ પ્રકારની મોટી ટુર્નામેન્ટના આયોજન માટે અમારી સુવિધા આપવા તૈયાર છીએ. ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું, દુબઈ સ્પોર્ટ્સ સિટી આ ટી20ના સંભવિત સ્થળને લઈ તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઈસીસી એકેડમી સામેલ છે. જો ઓછા સમયગાળામાં વધારે મેચનું આયોજન કરવામાં આવે તો સ્ડેડિયમની નવ વિકેટ ખૂબ સારી સ્થિતિમાં છે. અમે ક્રિકેટને જીવંત રાખવા અન્ય મેચોનું આયોજન નહીં કરીએ.