ખાન ત્રિનબાગો નાઇટ રાઈડર્સની ટીમનો ભાગ હતા જેને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં અપરાજિત રહેતા ખિતાબ પર કબ્જો કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ખાને આઠ મેચમાં 7.43ની ઇકોનોમી રેટ સાથે આઠ વિકેટ ઝડપી હતી. અહેવાલ અનુસાર ખાન છેલ્લા સીઝનમાં પણ કેકેઆરની રડાર પર હતો પરંતુ કોઈ ડીલ થઈ શકી ન હતી.
જણાવીએ કે, કેરેબિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતનાર ત્રિનબાગો નાઇટ રાઈડર્સ અને કેકેઆરની માલિકી કંપની એક જ છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન આ ટીમોના માલિક છે. 2048માં અલી ખાને ગ્લોબલ ટી20 કેનેડા દરમિયાન નામના મેળવી, જ્યાં તેણે સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનું ધ્યાન ખેંચ્યું. તેણે ડ્વેન બ્રાવો સીપીએલમાં લઈને આવ્યો. એ વર્ષે ખાનને ગુયાના એમેજન વોરિયર્સ માટે 12 મેચોમાં 16 વિકેટ લીધી હતી. વિકેટ લેવાના મામલે તે બીજા નંબર પર રહ્યો.
ખાને અત્યાર સુધીમાં 36 ટી20 મેચમાં 38 વિકેટ ઝડપી છે. 140ની ગતિથી બોલ ફેંકનાર ખાન ડેથ ઓવરમાં બોલિંગ કરવા માટે જાણીતો છે. સીપીએલમાં ડ્રીમ ડેબ્યૂ રહ્યું કારણ કે તેણે પોતાના પ્રથમ બોલ પર જ શ્રીલંકન દિગ્ગજ કુમાર સંગકારાની વિકેટ ઝડપી હતી.
તેણે એકમાત્ર આંતરરાષઅટ્રીય વનડે મેચમાં પાપુઆ ન્યૂ ગિની વિરૂદ્ધ રમી છે. વિતેલા ત્રણ વર્ષમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ ટી20 ક્રિકેટ રમી છે. હવે આઈપીએલમાં રમવાનું તેનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અલી ખાને ત્રિનબાગો અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની સાથે પ્લેનની અંદરથી એક તસવીર શેર કરી જેને કેપ્શન આપ્યું હતું, ‘આગામી સ્ટેપ દુબઈ.’