નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન શરૂ થઇ ચૂકી છે. દરેક ટીમમાં મેચ વિનર ખેલાડીઓની વાપસી થઇ રહી છે, ત્યારે ધોનીને એક મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ છે કે ચેન્નાઇ સુપર કિંગ્સનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી અંબાતી રાયડુ ઇજાના કારણે બહાર થઇ ગયો છે. રાયડુ આગામી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ નહીં રમે.
સીએસકે ટીમ મેનેજમેન્ટે જાણકારી આપી છે કે, રાયડુ આગામી મેચ નહીં રમી શકે, પ્રથમ મેચનો હીરો રાયડુ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધની મેચ પણ નહતો રમી શક્યો, અને સીએસકે આ મેચ 16 રનથી હારી ગઇ હતી.
સીએસકેના સીઇઓએ રાયડુની ઇજાને વધુ ગંભીર નથી ગણાવી, તેમને કહ્યું કે રાયડુ હેમસ્ટ્રિંગ ઇન્જરી સામે ઝઝૂમી રહ્યો છે, પર તેનુ વધુ એક મેચ ના રમવુ નક્કી છે, આ પછી રાયડુ પુરેપુરો રમવા માટે તૈયાર થઇ જશે.
દિલ્હી સામેની મેચ બાદ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને આરામનો મોકો મળશે, પછી સીએસકેની ટીમ આગામી અઠવાડિયે 2 ઓક્ટોબરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરશે. રૈનાની ગેરહાજરીમાં રાયડુ સીએસકેના મીડલ ઓર્ડરનો મહત્વનો ખેલાડી બની ગયો છે.રાયડુએ પ્રથમ મેચમાં 71 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ધોનીને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઇની ટીમનો આ મેચ વિનર ખેલાડી થયો બહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 03:05 PM (IST)
સીએસકે ટીમ મેનેજમેન્ટે જાણકારી આપી છે કે, રાયડુ આગામી મેચ નહીં રમી શકે, પ્રથમ મેચનો હીરો રાયડુ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધની મેચ પણ નહતો રમી શક્યો, અને સીએસકે આ મેચ 16 રનથી હારી ગઇ હતી
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -