મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં જીત સાથે પોતાનુ ખાતુ ખોલાવનારી દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ પ્રમાણે 25 ડિસેમ્બરે રમાનારી ચેન્નાઇ સામેની મેચમાં ઇશાન્ત શર્મા નહીં રમે. દિલ્હી કેપિટલ્સના એક મેમ્બરે ઇશાન્ત શર્માને આગામી મેચમાં ના રમવાની જાણકારી આપી છે.

જાણકારી આપતા કહ્યું કે, ઇશાન્ત શર્માની ફિટનેસની સાથે કોઇ રિસ્ક નથી લેવા માંગતા, ઇશાન્તને ફિટ થવા માટેનો પુરેપુરો મોકો આપવામાં આવશે, તેની આગામી એક કે બે મેચ રમવી પુરી રીતે નક્કી છે. જોકે, દિલ્હી કેપિટલ્સે ઇશાન્ત શર્માની ઇજાને વધુ ગંભીર નથી ગણાવી. ટીમ તરફથી જણાવ્યુ કે ફિજીયો ઇશાન્ત શર્માની સાથે કામ કરી રહ્યાં છે, અને જલ્દીથી તેના વિશે વધુ જાણકારી આપવામાં આવશે.

શુક્રવારે દિલ્હી કેપિટલ્સ દુબઇમાં ગયા વર્ષે રનરઅપ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. 29 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી મેચ રમશે. આ બન્ને મેચોમાં ઇશાન્ત શર્માનુ બહાર રહેવાનુ લગભગ નક્કી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ