દુબઈઃ આઈપીએલની 13મી સીઝનમાં બેન સ્ટોક્સે શાનદાર સેન્ચુરીની સાથે ફોર્મમાં વાપસી કરી છે. મુંબઈ ઇન્ડિયન વિરૂદ્ધ રવિવારે રમાયેલ મેચમાં 196 રનના ટાર્ગેટનો પીછો કરતાં સ્ટોક્સે 107 રનની અણનમ ઇનિંગ રમી. આઈપીએલમાં બીજી સેન્ચુરી સાથે બેન સ્ટોક્સ એક ખાસ સિદ્ધી મેળવી છે.

બેન સ્ટોક્સ આઈપીએલના ઈતિહાસમાં ટાર્ગેટનો પીછો કરતા બે સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. સ્ટોક્સ ઉપરાંત 16 ખેલાડી એવા છે જેમણે આઈપીએલમાં ટાર્ગેટનો પીછો કરતાં એક એક સેન્ચુરી ફટકારી છે.

બેન સ્ટોક્સે રવિવારે રમાયેલ મેચમાં એકલા જોરે જ રાજસ્થાન રોયર્સને જીત અપાવી હતી. સ્ટોક્સે 60 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા. સેન્ચુરી ઇનિંગના જોરે બેન સ્ટોક્સ પ્રથમ વખત આ સીઝનમાં છગ્ગા લગાવવામાં સફળ રહ્યો.

સ્ટોક્સની ભૂમિકામાં થયો ફેરફાર

બેન સ્ટોક્સ અત્યાર સુધીમાં આઈપીએલમાં 40 મેચ રમ્યો છે. આ દરમિયાન બેન સ્ટોક્સે 25.82ની સરેરાશતી 852 રન બનાવ્યા છે. સ્ટોક્સ જોકે આઈપીએલમાં બે સેન્ચુરી લગાવવા ઉપરાંત એક હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. બેન સ્ટોક્સે આઈપીએલમાં 26 વિકેટ પણ લીધી છે.

સ્ટોક્સની ઓળખ મીડલ ઓર્ડરમાં શાનદાર બેટિંગ કરવા માટેની છે. પરંતુ રાજસ્થાન રોયલ્સે આ સીઝનમાં તેની ભૂમિકામાં ભેરફાર કર્યા છે. આઈપીએલની 13મી સીઝનમાં બેન સ્ટોક્સ ઓપનરની ભૂમિકામાં જોવા મળ્યો છે.