આઈપીએલ 2020ની 45મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. મુંબઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 195 રન કર્યા છે. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં નોટાઆઉટ આક્રમક 60 રનની ઇનિંગ્સ રમી હતી. સૂર્યકુમાર યાદવે 40, ઈશાન કિશને 37 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી શ્રેયસ ગોપાલ અને જોફરા આર્ચરે 2-2, જ્યારે કાર્તિક ત્યાગીએ 1 વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે પણ મેચમાં રોહત શર્માના સ્થાને પોલાર્ડ કેપ્ટન છે.  મુંબઈએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. નાથન કુલ્ટર નાઇલની જગ્યાએ જેમ્સ પેટિન્સનને ટીમમાં સ્થાન મળ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ: ડી કોક , ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

રાજસ્થાન ટીમ:  રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન(વિકેટકીપર), જોસ બટલર, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), રિયાન પરાગ, રાહુલ તેવટિયા, જોફરા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત અને કાર્તિક ત્યાગી