કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ સુપર ઓવરમાં મળેલ આ હારથી ઘણાં નિરાશ છે. મેચ બાદ રાહુલે કહ્યું, ‘મારા માટે એ ખાટો મીઠો અનુભવ હતો. જો તમે અમારી ઇનિંગની 10મી ઓવરમાં કહેતા કે મેચ સુપર ઓવરમાં જશે તો હું માની લેત. ઠીક છે. કોઈ વાત નહીં. આ અમારી પ્રથમ મેચ હતી, અમે આ મેચથી ઘણું શીખ્યા છીએ.’
રાહુલે આગળ કહ્યું કે, મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરી, તેણે લગભગ અમને મેચ જીતાડી દીધી હતી. તેની બેટિંગથી અન્ય ખેલાડીઓનો ઘણો આત્મવિશ્વાસ વધ્યો છે. મેચનું પરિણામ જે પણ રહ્યું હોય, એક કેપ્ટન તરીકે હું તેને સ્વીકારું છું. અમે મેચમાં અનેક ભૂલ કરી. માત્ર 55 રન પર પાંચ વિકેટ ગુમાવવા છતા અમે મેચમાં વાપસી કરી.
જ્યારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય પર રાહુલે કહ્યું કે, અમને પિચ વિશે વધારે જાણકારી નથી. વિકેટ બન્ને ટીમ માટે એક જ જેવી રહી. એવામાં અમે તેના માટે કંઈ ખાસ કરી શકીએ એમ ન હતા.