IPL 2020: આઈપીએલની 49મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે દુબઈ ખાતે રમાઈ રહી છે. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા હતા. લક્ષ્યાંનો પીછો કરતા ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે જીત મેળવી હતી. જાડેજાએ આક્રમક બેટિંગ કરતા અંતિમ બોલે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. જાડેજાએ 11 બોલમાં 31 રન બનાવ્યા હતા.
ચેન્નઈ માટે ઋતુરાજ ગાયકવાડે 53 બોલની ઇનિંગ્સ દરમિયાન 6 ફોર અને 2 સિક્સની મદદથી 72 રન કર્યા હતા. તેણે લીગમાં પોતાની બીજી ફિફટી મારી હતી.
કોલકાતા તરફથી નીતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા 61 બોલમાં 10 ફોર અને 4 સિક્સ સાથે 87 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ 26, દિનેશ કાર્તિક 21 રન બનાવ્યા હતા.
ચેન્નઈ તરફથી લુંગી ગિડીએ બે વિકેટ ઝડપી હતી અને મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા અને કરન શર્માએ એક એક વિકેટ લીધી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ : શુભમન ગિલ, સુનિલ નારાયણ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિન્કુ સિંહ, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી અને વરુણ ચક્રવર્તી
ચેન્નઈ સુપરકિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, શેન વોટ્સન, અંબાતી રાયુડુ, એન. જગદીશન, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, સેમ કરન, દિપક ચહર, લુંગી ગિડી અને કર્ણ શર્મા
KKR vs CSK: ચેન્નઈએ કોલકાતાને 6 વિકેટથી હરાવ્યું, જાડેજાની તોફાની બેટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Oct 2020 09:18 PM (IST)
ઋતુરાજ ગાયકવાડે 53 બોલની ઇનિંગ્સ દરમિયાન 6 ફોર અને 2 સિક્સની મદદથી 72 રન કર્યા હતા.
જાડેજાએ 11 બોલમાં 31 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -