CSK v DC: ઈન્ડિયન પ્રીમિયર લીગની શનિવારે રમાયેલી 34મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી દીધું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીએ એક બોલ બાકી રાખતા ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર બેટ્સમેન શિખર ધવને અણનમ 101 રન બનાવ્યા હતા. આઈપીએલ કેરિયરમાં ધવનની આ પ્રથમ સદી છે. શ્રેયસ અય્યરે 23 રન અને સ્ટોઈનીસે 24 રન બનાવ્યા હતા.
ચેન્નઈની શરૂઆત નબળી રહી હતી. ઓપનિંગમાં આવેલો સેમ કરન પ્રથમ ઓવરમાં જ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જે બાદ ફાફ ડુપ્લેસિસે 47 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 58 રન, શેન વોટસને 28 બોલમાં 6 ચોગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. રાયડૂ 25 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 45 રન અને જાડેજા 13 બોલમાં 4 છગ્ગા સાથે 33 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. દિલ્હી તરફથી નોર્તજેએ 2 વિકેટ લીધી હતી.
ચેન્નાઈની ટીમ: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, કેદાર જાધવ, એમએસ ધોની રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર
દિલ્હીની ટીમ: શ્રેયસ ઐયર, પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, કગિસો રબાડા, એનરિચ નોર્તજે
CSK v DC: રોમાંચક મેચમાં દિલ્હીએ ચેન્નઈને હરાવ્યું, ધવનની IPLમાં પ્રથમ સદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Oct 2020 07:42 AM (IST)
થમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીએ એક બોલ બાકી રાખતા ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
તસવીર-આઈપીએલ ટ્વિટર
- - - - - - - - - Advertisement - - - - - - - - -