IPL 2020 CSK v DC: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 34મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી નોર્તજેએ 2 વિકેટ લીધી હતી.


ચેન્નઈની શરૂઆત નબળી રહી હતી. ઓપનિંગમાં આવેલો સેમ કરન પ્રથમ ઓવરમાં જ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જે બાદ ફાફ ડુપ્લેસિસે 47 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 58 રન, શેન વોટસને 28 બોલમાં 6 ચોગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. રાયડૂ 25 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 45 રન અને જાડેજા 13 બોલમાં 4 છગ્ગા સાથે 33 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

ચેન્નાઈની આજની ટીમ: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, કેદાર જાધવ, એમએસ ધોની રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર

દિલ્હીની આજની ટીમ: શ્રેયસ ઐયર, પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, કગિસો રબાડા, એનરિચ નોર્તજે

IPL 2020 CSK vs DC: રબાડાએ રચ્યો ઈતિહાસ, સૌથી ઓછી મેચ રમીને બનાવ્યો આ મોટો રેકોર્ડ