ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની આજથી (19 સપ્ટેમ્બર) યૂએઈમાં રમાવાની છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે બીજી વખત દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર ટક્કર થશે. 2014માં જ્યારે આઈપીએલને યૂએઈમાં શિફ્ટ કરવામાં આવી હતી ત્યારે મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો.
કોરોના વાયરસના કારણે આ વર્ષે આઈપીએલ ભારતની જગ્યાએ સયુંક્ત અરબ અમીરાતમાં શિફ્ટ કરવામાં આવી છે. આ ત્રીજી વખત છે જ્યારે આઈપીએલની મેચ વિદેશમાં રમાશે. 2009 લોકસભા ચૂંટણીના કારણે ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. જ્યારે 2014માં શરુઆતી મેચનું આયોજન યૂએઈમાં થયું હતું. આપીએલ 2020ની આખી સીઝન યૂએઈમાં ત્રણ મેદાનોમાં રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી યૂએઈમાં પાંચ મેચ રમી છે. આ પાંચ મેચોમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો.જો કે, મુંબઈના કેપ્ટન રોહિત શર્મા ખરાબ રેકોર્ડને લઈને ચિંતિત નથી. રોહિતનું કહેવું છે કે, આ ટીમના બે ખેલાડી હાલમાં રમી રહ્યાં છે, સમગ્ર ટીમ નવી છે.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના મુકાબલે ચેન્નઈની ટીમે યૂએઈમાં લીડ મેળવી છે. ચેન્નઈની ટીમે યૂએઈમાં રમાયેલી પોતાની પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. ધોનીના નેતૃત્વમાં સીએસકે પોતાના શાનદાર રેકોર્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
યૂએઈમાં દુબઈના મેદાન પર બન્ને ટીમો વચ્ચે 2014માં એક મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 141 રન બનાવ્યા હતા. ચેન્નઈની ટીમે 19 ઓવરમાં જ ત્રણ વિકેટના નુકસાન પર 142 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
IPL 2020: UAEમાં મુંબઈ ઈન્ડિયન્સ નથી જીત્યું એક પણ મેચ, જાણો CSKનો કેવો છે રેકોર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2020 06:54 PM (IST)
સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 2014માં યૂએઈમાં એકવાર ફરી ટક્કર જોવા મળશે. આ મુકાબલામાં ધોનીની ટીમ બાજી મારવામાં સફળ રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -