આઈપીએલ 2020: બુધવારે મુંબઈ ઇન્ડિયન્સની ધમાકેદાર જીતના સૌથી મોટા હીરો જસપ્રીત બુમરાહ રહ્યા. શરૂઆતની ત્રણ ઓવરમાં માત્ર 5 રન આપીને 2 વિકેટ લેનાર બુમરાહે મુંબઈ માટે જીતનું પ્લેટફોર્મ પહેલા જ તૈયાર કરી દીધું. તેની શાનદાર બોલિંગના બધી બાજુ વખાણ થઈ રહ્યા છે. પરંતુ બુમરાહની અંતિમ એટલે કે ચોથી ઓવરમાં તેના શાનદાર બોલિંગ સ્પેલને પેટ કમિન્સે બરદાર કરી દીધું. કમિન્સે બુમરાહે ચોથી ઓવરમાં 4 શાનદાર છગ્ગા ફટકારી મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓમાં ખલબલી મચાવી દીધી.

મેચની 16મી ઓવરમાં બુમરાહે પ્રથમ આંદ્રે રસેલ અને પછી ઓયન મોર્ગન જેવા ખતરનાક બેટ્સમેનને આઉટ કરી મુંબઈ માટે જીત લગભગ પાક્કી કરી દીધી. અંતિમ 3 ઓવર એટલે કે 18 બોલરમાં કોલકાતાને જીત માટે 84 રનની જરૂરત હતી. કેકેઆરના 7 વિકેટ પહેલા જ પડી ગયા હતા. રોહીતે 18મી ઓવર બુમરાહને આપી. સ્ટ્રાઈક પર પેટ કમિન્સ હતા. પ્રથમ બોલથી જ કમિન્સ તેના પર તૂટી પડ્યો.

પહેલા બોલ પર કમિન્સે લોંગ લેગ પર છગ્ગો ફઠકાર્યો, બીજો ડોટ બોલ, ત્રીાજ બોલ પર ફરી લોંગ લેગ પર છગ્ગો ફટકાર્યો, ચોથા બોલ પર કમિન્સે બે રન લીધા બાદમાં પાંચમાં બોલ પર ફુલટોસ પર મિડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો, છઠ્ઠો બોલ વાઈટ ફેંક્યો એટલે ફરી છઠ્ઠા બોલ પર વધુ એક છગ્ગો ફટકાર્યો. આમ એક ઓવરમાં બુમરાહે 27 રન ફટકાર્યા. આ ટી20 કારકિર્દીની તેનૌ સૌથી મોંઘી ઓવર હતી. પ્રથમ વખત બુમરાહની એક ઓવરમાં 4 ચગ્ગા લાગ્યા. આમ ત્રણ ઓવરમાં 5 રન આપનાર બુમરાહે 4 ઓવરમાં 32 રન આપ્યા.