IPL 2020 KKR vs MI: આઈપીએલ 2020ની પાંચમી મેચમાં દિનેશ કાર્તિકના નેતૃત્વવાળી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ કેકેઆરને 49 રનથી હરાવ્યું હતું. આ સાથે જ મુંબઈ યૂએઈમાં પ્રથમ જીત્યું છે.
મુંબઈએ કોલકાતાને 196 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, તેના જવાબમાં કેકેઆર 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 142 રન જ બનાવી શકી હતી. કોલકાતા તરફથી દિનેશ કાર્તિકે 30, પેટ કમિન્સે 33 રન બનાવ્યા હતા.
આ પહેલા મેચમાં કોલકાતાના નાઈટ રાઈડર્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્માએ 54 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80 રન તથા સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 47 રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ
રોહિત શર્માએ તેની ઈનિંગ દરમિયાન આઈપીએલમાં 200 સિક્સ મારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આઈપીએલમાં 326 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ પ્રથમ, 214 છગ્ગા સાથે એબી ડિવિલિયર્સ બીજા અને 212 છગ્ગા સાથે ધોની ત્રીજા ક્રમે છે. રોહિત લિસ્ટમાં ચોથા ક્રમે છે. આ ઉપરાંત તેણે કોઈપણ ટીમ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ નોધાવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનઃ
રોહિત શર્મા, ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેંટિસન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલવેનઃ
સુનીલ નરેન, શુભમન ગિલ, નિતીશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, નિખિલ નાયક, આંદ્રે રસેલ, પેટ કમિંસ, કુલદીપ યાદવ, શિવમ માવી, સંદીપ વારિયાર