નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન હવે પ્લેઓફની સ્થિતિ લગભગ નક્કી થઇ જશે. રવિવારે રમાયેલી મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સે રાજસ્થાન રૉયલ્સને કારમી હાર આપતાની સાથે જ રાજસ્થાનની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ પોતાના ખેલાડીઓ પર ગુસ્સે ભરાયો હતો, તેને સતત પડતી વિકટોને લઇને પોતાના બેટ્સમેનો પર ગુસ્સો ઠાલવ્યો હતો. રાજસ્થાનને જીતવા માટે 192 રન જોઇતા હતા, રૉબિન ઉથપ્પાએ છગ્ગા ફટકાર્યો અને પછી બૉલ્ડ થઇ ગયો, અહીંથી રાજસ્થાનની વિકેટો પડવાની શરૂઆત થઇ ગઇ હતી. કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકીને રમી ન હતો શક્યો.


સ્મિથે જણાવ્યુ કે તેની ટીમ માટે મેચમાં વાપસી કરવી ખુબ જ મુશ્કેલ હતી, સ્મિથે કહ્યું- મને લાગ્યુ કે આ 180ની પીચ છે, અહીં થોડો ભેજ હતો, પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવવી અમારા માટે ખરાબ રહ્યું, ત્યાંથી વાપસી કરવા ખુબ મુશ્કેલ છે. કેકેઆરના પેટ કમિન્સે રાજસ્થાનની હાર નક્કી કરી દીધી હતી, તેને પાવરપ્લેમા રાજસ્થાનના મુખ્ય બેટ્સમેનો બેન સ્ટૉક્સ, ઉથપ્પા, સ્મિથને આઉટ કરી દીધા. કેપ્ટને કહ્યું કમિન્સે સારી લેન્થ પર બૉલિંગ કરી, અમને શરૂઆત સારી મળી પરંતુ ત્યારબાદ અમે સતત વિકેટો ગુમાવતા રહ્યાં. લીગનો અંત દુર્ભાગ્યપૂર્ણ રહ્યો.

સ્મિથે જણાવ્યુ કે, તેમના બેટ્સમેનો જવાબદારી લેવામાં નિષ્ફળ રહ્યાં, અમે લીગમાં સારી શરૂઆત કરી અને આ મેચ પહેલા બે મેચો જીત્યા હતા, પરંતુ મધ્યમાં અમે ભટકી ગયા, અમારા બેટ્સમેનો, ટૉપ ચાર અને પાંચ બેટ્સમેનોએ જવાબદારી લીધી ના.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રૉયલ્સ આ વર્ષે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે આવી ગયુ છે. ટીમે 14માંથી માત્ર 6 મેચો જ જીતી છે.