IPL 2020: આઇપીએલ 13ની ફાઇનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે દુબઇના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મુકાબલો જીતીને શ્રેયસ અય્યરની ટીમ દિલ્હી કેપિટલ્સ ઈતિહાસ રચી શકે છે. જ્યારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સની નજર પાંચમી વખત ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે. મુંબઈ આ પહેલા ચાર વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે.
દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. ખાસ વાત છે કે, દુબઇના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ ચાર મેચો રમી છે, અને એકપણ મેચ જીતવામાં સફળ રહી શકી નથી. જ્યારે બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સ આ મેદાન પર બે મેચોમાં દિલ્હીને હાર આપવામાં સફળ રહી છે. બન્ને ટીમો આજની મેચમાં ટીમમાં કેટલાક ખાસ ફેરફાર કરી શકે છે. જે ખાસ કરીને દુબઇની પીચ પર કામ આવી શકે એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકે છે.
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 27 મેચો રમાઈ છે. તેમાં 15 મેચ મુંબઈએ તો 12 મેચો દિલ્હીએ જીતી છે. જો કે, મુંબઈ માટે પોઝિટિવ વાત એ છે કે, આ સીઝનમાં ત્રણ વખત દિલ્હીને માત આપી છે. મુંબઈએ પ્રથમ લીગ સ્ટેજમાં બે વખત દિલ્હીને હરાવ્યું હતું. તેના બાદ પ્રથમ ક્વાલિફાયરમાં પણ માત આપી હતી.
સંભવિત ટીમો
દિલ્હી કેપિટલ્સ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, શિમરૉન હેટમેયર, અક્ષર પટેલ, માર્કસ સ્ટૉઇનિસ, રવિચંદ્રન અશ્વિન, રાબાડા, એનરિક નોર્ટ્ઝે, પ્રવિન દુબે.
મુંબઇ ઇન્ડિયન્સ
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ/કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, જેમ્સ પેટિન્સન/નાથન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બૉલ્ટ.
IPL 2020 Final MI vs DC: દિલ્હી કેપિટલ્સ પાસે ઈતિહાસ રચવાની તક, મુંબઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Nov 2020 06:13 PM (IST)
દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. મુંબઈ આ પહેલા ચાર વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -