પોલાર્ડ ચાર વખત આઇપીએલ જીતનારી આઇપીએલ ટીમનો ભાગ બની ચૂક્યો છે. પોલાર્ડે કહ્યું- આ ગેમનુ નામ જ પ્રેશર છે, દરેકના ઉપર દબાણ રહે છે. તમે કોઇ ભૂલ નથી કરવા માંગતા અને જીત જ મેળવવા માંગો છો. પરંતુ છેવટે ફાઇનલ મેચને પણ એક નોર્મલ મેચની જેમ જ લેવાની જરૂર છે. તમારે મેદાન પર જઇને માત્ર રમતની જ મજા લેવી જોઇએ.
જોકે આ વખતે ફાઇનલમાં મેદાન પર દર્શકોનો શોરબકોર જોવા નહીં મળે, પરંતુ તેમ છતાં તમામ ખેલાડી પર ફાઇનલનુ દબાણ તો હોય જ છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ચાર વાર ફાઇનલમાં જીત મેળવી ચૂકી છે, જ્યારે દિલ્હી કેપટિલ્સ પહેલીવાર ફાઇનલ રમી રહી છે.