KKR vs KXIP: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 24મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયો હતો. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. જીત માટે 165 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર પંજાબ 162 રન કરી શકતાં 2 રનથી હાર થઈ હતી. આ સાથે પંજાબની આ સતત પાંચમી હાર છે.


કોલકાતા સામે આ રીતે જીતેલી મેચ હાર્યા બાદ કિંગ્સ ઇલેવનના કેપ્ટન રાહુલે કહ્યું કે, તેમની પાસે કોઈ જવાબ નથી. ઉલ્લેખનીય છે કે, મેચમાં રાહુલે 58 બોલમાં 74 અને મંયક અગ્રવાલે મયંક અગ્રવાલે 39 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 56 રન બનાવ્યા હતા. તેમ છતા તેમની ટીમને હારનો સામનો કરવો પડ્યો.

કેએલ રાહુલે કહ્યુ, મારી પાસે કોઈ જવાબ નથી. આગામી ચાર મેચોમાં અમારે વધુ મહેનત કરી દમદાર વાપસી કરવી પડશે. અમે સારી બોલિંગ કરી. આ નવી પિચ હતી. તેથી અમને ખબર નહોતી કે સારી લાઈન અને લેન્થ શું હશે. તો પણ બોલરોએ સારી તાલમેલ બેસાડી. ડેથ ઓવરમાં તેમણે (કેકેઆર) હિમ્મત સાથે બોલિંગ કરી.

રાહુલે વધુમાં કહ્યું કે, આ મેચમાં લક્ષ્યનો પીછો કરતી વખતે અમને ક્યારેય સંતુષ્ટ નહોતા. આપ ત્યારેજ સંતોષ અનુભવો છો જ્યારે મેચ જીતો છો. અંતમાં, અમે સતત વિકેટો ગુમાવતા ગયા અને મેચ હારી ગયા.