મુંબઈ મેચમાં અંતિમ પાંચ ઓવરમાં 89 રન બનાવ્યા, જે નિર્ણાયક સાબિત થયા. અંતમાં હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી 30 રન બનાવ્યા, જ્યારે કિરોન પોલાર્ડે 20 બોલ પર તાબડતોડ 47 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં ઇનિંગની છેલ્લી ઓવરમાં ફટકારવામાં આવેલ તેના ચાર છગ્ગા પણ સામેલ છે.
192 રનનો પીછો કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 5.4 ઓવરમાં માત્ર 39 રન કરીને 2 વિકેટ ગુમાવી દીધી હતી. નિકોલસ પૂરનને આગળ સારું રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ જેમ્સ પેટિન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 44 રન કર્યા હતા. તે પછી ગ્લેન મેક્સવેલ 11 રને રાહુલ ચહરની બોલિંગમાં બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.
નોંધનીય છે કે, IPLની 13મી સીઝનની 13મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પંજાબે પોતાની પ્લેઈંગ-11માં એક બદલાવ કર્યો છે. એમ. અશ્વિનની જગ્યાએ કે. ગૌથમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.