મનોજ તિવારીએ ચેન્નાઇ માટે રમવાની ઇચ્છા જાહેર કરી છે, તેને કહ્યું કે જો ફ્રેન્ચાઇઝી કોઇ ખેલાડીની શોધ કરી રહી છે, તો હું (તિવારી) ટીમમાં સામેલ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે
નવી દિલ્હીઃ ચેન્નાઇની ટીમને રૈના બાદ વધુ એક મોટો ઝટકો હરભજન સિંહના રૂપમાં લાગ્યો છે, ભજ્જી પણ આઇપીએલમાંથી ખસી ગયો, આ સાથે જ ચેન્નાઇ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. ભજ્જીએ વ્યક્તિગત કારણો આપીને આઇપીએલ છોડી દીધી છે. જોકે, રિપોર્ટ છે કે હરભજનની જગ્યા લેવા માટે ખેંચતાણની વચ્ચે મનોજ તિવારીએ દાવેદારી મજબૂત કરી છે. મનોજ તિવારીએ ચેન્નાઇ માટે રમવાની ઇચ્છા જાહેર કરી છે, તેને કહ્યું કે જો ફ્રેન્ચાઇઝી કોઇ ખેલાડીની શોધ કરી રહી છે, તો હું (તિવારી) ટીમમાં સામેલ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. જો મનોજ તિવારીને સીએસકે કૉલઅપ મળી જાય છે, તો એ બહુ મોટુ આશ્ચર્યજનક હશે. તે આઇપીએલ રમવા માટે નથી, અને એમએસ ધોનીના નેતૃત્વમાં સૌથી મહત્વપૂર્ણ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ માટે પણ રમી ચૂક્યો છે. તેને 2017માં ફાઇનલમાં જગ્યા બનાવતી વખતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.