નવી દિલ્હી: આઈપીએલ સીઝન 13નો સંપૂર્ણ કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવશે. આ જાણકારી આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે આપી હતી. ક્રિકેટ ચાહકોનો ઈંતજારે આજે ખતમ થશે. કોરોના મહામારી કારણે આ વખતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરે સુધી યૂએઈમાં રમાવાની છે. કુલ 60 મેચો રમાશે.


આ પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 4 સપ્ટેમ્બરે ટૂર્નામનેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થશે તેમ જણાવ્યું હતું. પરંતુ શનિવારે બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, આઈપીએલનો કાર્યક્રમ 6 તારીખે જાહેર કરવામાં આવશે.

આમ તો બીસીસીઆઈ દ્વારા ઉદ્ઘાટન મેચ અને ટૂર્નામેન્ટની ફાઈનલની તારીખ અગાઉથી જ જાહેર કરી દીધી હતી. 19 સપ્ટેમ્બરથી શરુ થનારી આઈપીએલની 13મી સીઝનનો ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે.

કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે. એક એલિમિનેટર, બે ક્વાલિફાયર અને ફાઈનલ સહિત આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે.