126 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી રાજસ્થાનનો સ્કોર 26 રને 0 વિકેટથી 28 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. પરંતુ તે બાદ બટલરે આક્રમક અને સ્મિથે ધીરજપૂર્વક બેટિંગને રાજસ્થાનને વિજેતા બનાવ્યું હતું. બટલર 48 બોલમાં 70 અને સ્મિથ 34 બોલમાં 26 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈએ 20 ઓવરમાં5 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા. ચેન્નઈના બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી હતી. સેમ કરને 25 બોલમાં 22 રન, ડુપ્લેસિસે 9 બોલમાં 10 રન, રાયડૂએ 19 બોલમાં 13 રન, ધોનીએ 28 બોલમાં 28 રન બનાવ્યા હતા. જાડેજા 30 બોલમાં 35 રન અને કેદાર જાધવ 7 બોલમાં 4 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. રાજસ્થાન તરફથી આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયાએ 1-1 વિકેટ ઝડપી હતી.
મેચમાં હાર સાથે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં એકદમ છેલ્લા ક્રમે પહોંચી ગઇ છે અને હવે પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ
રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રાહુલ તેવટિયા, જોફ્રા આર્ચર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ
ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, શેન વોટસન, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દીપર ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ