IPL 2020 CSK v RR: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 36મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ  અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


ટોસ માટે મેદાનમાં ઉતરતાંની સાથે જ ધોનીએ ઈતિહાસ રચ્યો હતો. ધોની આઈપીએલમાં 200 મેચ રમનારો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 અને 2018માં વિજેતા બની ચુક્યું છે.



આજની મેચ પહેલા ધોનીએ રમેલી 199 આઈપીએલ મેચમાં 137.67ના સ્ટ્રાઇક રેટથી 4568 રન બનાવ્યા છે. જેમાં 23 ફિફ્ટી સામેલ છે. આઈપીએલમાં ધોનીનો સર્વોચ્ચ સ્કોર 84 નોટ આઉટ છે.



આઈપીએલ સૌથી વધુ મેચ રમવા બાબતે ધોની પછી રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિત શર્માએ 197, જે પછી સુરેશ રૈનાએ 193, દિનેશ કાર્તિકે 191, વિરાટ કોહલીએ 186 આઈપીએલ મેચ રમી છે.