આઈપીએલમાં સૌથી ઓછા રનમાં 3 વિકેટ ગુમાવવાનો રેકોર્ડ ડેક્કન ચાર્જર્સના નામે છે. તેણે 2009માં ચેન્નઈ સુપકિંગ્સ સામે ઈસ્ટ લંડનમાં 1 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. 2009માં રાજસ્થાન રોયલ્સે પોર્ટ એલિઝાબેથમાં ડેક્કન સામે 3 રનમાં 3 અને 2013માં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. 7 વર્ષના ગાળા બાદ આજે કોલકાતાએ આરસીબી સામે 3 રનમાં 3 વિકેટ ગુમાવવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.
આ ઉપરાંત કોલકાતાએ આઈપીએલ 2020માં પાવર પ્લેમાં સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. પાવરપ્લેના અંતે કોલકાતાનો સ્કોર 17 રનમાં 4 વિકેટ હતો. જે ચાલુ સીઝનમાં રમયેલી મેચોમાં પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર છે.