નવી દિલ્હીઃ તાજેતરમાં જ 19 ડિસેમ્બરે કોલકત્તામાં આઇપીએલ 2020 માટે ક્રિકેટરોની હરાજી થઇ હતી. હરાજીમાં સૌથી મોંઘો ક્રિકેટર ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ બન્યો હતો. કમિન્સને કોલકત્તા નાઇટ રાઇડર્સે 15.5 કરોડ રૂપિયાની અધધધ રકમ ખર્ચીને ખરીદ્યો હતો. પેટ કમિન્સની આ ઉપલબ્ધિ જોઇને તેની ગર્લફ્રેન્ડ ખુબ ખુશ થઇ ગઇ અને તેને કમિન્સ પાસે એક ખાસ માંગ કરી દીધી હતી.

26 વર્ષીય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પેટ કમિન્સની ગર્લફ્રેન્ડનુ નામ બેકી બૉટસન છે, અને બન્ને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ દ્વારા 15.5 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદાયા બાદ પેટ કમિન્સે મોટો ખુલાસો કર્યો, તેને કહ્યું કે, તેની ગર્લફ્રેન્ડે આ રકમમાંથી કેટલીક વસ્તુઓ ખરીદવાની માંગ કરી છે.



કમિન્સે ખુદ આ વિશે જણાવતા કહ્યું કે, જ્યારે હુ આઇપીએલની હરાજી જોઇ રહ્યો હતો, ત્યારે મને ખુદ પર વિશ્વાસ ન હતો થતો, હું શું જોઇ રહ્યો છું. તે સમયે મારી ગર્લફ્રેન્ડ બેકી બૉટસને સૌથી પહેલા મને કહ્યું કે, હવે આપણે કુતરા અને બીજા વધુ રમકડાં ખરીદી શકીશુ ને.



ઉલ્લેખનીય છે કે, આઇપીએલની આ હરાજી બાદ પેટ કમિન્સ આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખરીદાયેલો વિદેશી ક્રિકેટર બની ગયો છે.