નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનની આજે છેલ્લી અને અંતિમ લીગ મેચ રમાવવાની છે, અંતિમ મેચ આવી ગઇ હોવા છતાં હજુ સુધી પ્લેઓફ માટે ચાર ટીમો નક્કી નથી થઇ શકી. આજની મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે, પરંતુ મેચ પર બે ટીમોની નજર વધુ રહેશે, જેમાં એક હૈદરાબાદ અને બીજી કોલકત્તા નાઇટ રાઇડર્સ છે. કેમકે મુંબઇ ઇન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી ચૂકી છે. મુંબઇની સાથે આઈપીએલ 2020ના પ્લેઓફમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ક્વોલીફાઈ કરી લીધુ છે. આજની મેચના પરિણામના આધારે ચોથી ટીમનો ખુલાસો થશે.

નંબર વનની પૉઝિશન પર છે મુંબઇ ઇન્ડિયન્સ
નવ મેચ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ ટોચ પર છે. જ્યારે બીજા નંબર પર આઠ મેચ જીતને દિલ્હી કેપિટલ્સ છે. ત્રીજા સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. બેંગલોર અને કોલકાતા બન્ને ટીમ સાત સાત મેચ જીતી છે પરંતુ નેટ રનરેટના આધારે બેંગલોર ત્રીજા સ્થાન પર છે.

હૈદરાબાદ માટે કરો યા મરોનો જંગ
પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે ચોથી ટીમનો નિર્ણય આજે સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે રમાનાર અંતિમ મેચથી થશે. હૈદ્રાબાદની ટીમ જો જીતી જાય તો તે પ્લેઓફમાં સ્થાન બનાવી લેશે. હૈદ્રાબાદે અત્યાર સુધીમાં 13 મેચમાંથી છ મેચમાં જીત સાથે 12 પોઈન્ટ છે. હૈદ્રાબાદની ટીમ જો જીતી જાય તો તેના 14 પોઈન્ટ થઈ જશે. સનરાઈઝર્સની નેટ રન રેટ રોયલ ચેલેન્જર્સ બેંગલ કરતાં ઘણી સારી છે. આ આધારે જીતની સાથે જ તે ત્રીજા નંબરે આવી જસે.

કોલકત્તાની આશા માત્ર મુંબઇની જીત પર નિર્ભર
જો મુંબઈ હૈદ્રાબાદને હરાવી દે તો કોલકાતા નાઇટ રાઈડર્સ નોકઆઉટ રમશે. પોઈન્ટ ટેબલમાં હાલમાં કેકેઆર 14 માંથી સાત મેચ જીતીને 14 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે.