નવી દિલ્હીઃ ત્રણ વાર આઇપીએલ ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની સ્થિતિ આ આઇપીએલમાં એકદમ ખરાબ છે. સોમવારે અબુધાબીમાં રાજસ્થાન રૉયલ્સ સામે રમાયેલી મેચમાં સીએસકેને જબરદસ્ત હારનો સામનો કરવો પડ્યો, આ હાર સાથે ધોનીની ટીમ આઇપીએલ 2020ના પૉઇન્ટ ટેબલ પર તળીયે બેસી ગઇ છે, જ્યારે રાજસ્થાને જીત સાથે 5 નંબરની સ્થિતિને હાંસલ કરી દીધી છે.

ધોનીની આગેવાની વાળી સીએસકેને આઇપીએલ 2020માં 10 મેચોમાં માત્ર 3 મેચો જ જીતવામાં સફળતા મળી છે.

પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો સૌથી ટૉપ પર દિલ્હી કેપિટલ્સની ટીમ છે, અય્યરની આગેવાનીમાં દિલ્હીએ આઇપીએલ 2020માં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. બીજા નંબર પર મુંબઇ ઇન્ડિયન્સ છે, ત્રીજા નંબર પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને ચોથા નંબર પર કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ છે.

ઓરેન્જ કેપની સ્થિતિ
આઇપીએલ 2020ની ઓરેન્જ કેપ કેએલ રાહુલના માથે છે, કેએલ રાહુલે 9 મેચોમાં 525 રન બનાવ્યા છે, આ રેસમાં બીજા નંબર પર મયંક અગ્રવાલ 393 રન અને 375 રન સાથે ડુપ્લેસીસી ત્રીજા નંબર પર છે.

પર્પલ કેપની રેસ
પર્પલ કેપની રેસમાં કગિસા રબાડા મજબૂત સ્થિતિમાં છે, દિલ્હી કેપિલ્સના રબાડાએ આ વખતે 9 મેચમાં 19 વિકેટ ઝડપીને પર્પલ કેપ પર કબજો જમાવી દીધો છે. બીજા નંબર પર જસપ્રીત બુમરાહ (15 વિકેટ) અને ત્રીજા નંબર પર મોહમ્મદ શમી (14 વિકેટ) છે.