દુબઈઃ આઈપીએલની 13મી સીઝનમાં 54 મેચ રમાઈ ગયા પછી પણ પ્લેઓફમાં ત્રમ ટીમો માટે રસાકસી ચાલી રહી છે. રવિવારે રમાયેલ મેચ બાદ પણ બાકીની ત્રણ ટીમો નક્કી થઈ શકી નથી. જોકે હાર સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.


મુંબઈ ઇન્ડિયન્સ પહેલા જ 18 પોઈન્ટ સાથે ટોચ પર બનેલ છે અને પ્લેઓફ માટે ક્વોલીફાઈ થઈ ગઈ છે. જોકે હજુ એક મેચ તેને રમવાની છે. મુંબઈના હાલમાં 13 મેચમાં નવમાં જીત સાથે 18 પોઈન્ટ છે અને રનરેટ પણ સૌથી સારી 1.296 છે.

પ્લેઓફમાં પહોંચવા માટે હવે ત્રણ ટીમો વચ્ચે રસાકસી છે. ચાર ટીમ એવી છે જે પ્લેઓફમાં ક્વોલીફાઈ થઈ શકે છે. આજે આરસીબી અને દિલ્હી કેપિટલ્સની મેચ છે. બન્ને ટીમના13 મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ છે. જોકે રનરેટના મામલે બેંગલોર -0.145ની ટીમ દિલ્હી કેપિટલ્સના -0.159 કરતાં થોડી સારી છે. આજે જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર આવી જશે અને પ્લેઓફ માટે ક્વોલીફાઈ થઈ જશે.



જ્યારે કોલકાતા નાઇટરાઈડર્સની તમામ મેચ પૂરી થઈ ગઈ છે અને તેના સાત જીત સાથે 14 પોઈન્ટ છે. કેકેઆરની રનરેટ હાલમાં -0.214 છે અને તે પોઈન્ટ ટબલમાં ચોથા સ્થાન પર ચે. જોકે તેને પ્લેઓફમાં પહોંચવા માટે હૈદ્રાબાદ અને મુંબઈના પરિણામની રાહ જોવી પડશે.

પ્લેઓફનું ગણિત

- દિલ્હી અને બેંગલોરમાંથી જે પણ જીતશે તે પ્લેઓફમાં પહોંચશે.
- હૈદ્રાબાદ અને મુંબઈમાં જો હૈદ્રાબાદ હારી તો દિલ્હી અને કોલકાતાની ટીમ પોઈન્ટના આધારે પ્લેઓફમાં પહોંચી જશે.
- હૈદ્રાબાદે જો મુંબઈને હરાવ્યું તો પોઈન્ટ અને રનરેટના આધારે તે પ્લેઓફમાં પહોંચી જશે.
- મુંબઈની હારવાની સ્થિતિમાં દિલ્હી અને કોલકાતામાં રનરેટના આધારે પ્લેઓફ માટે ટીમની પસંદગી થશે.