IPL 2020 Qualifier 2 DC v SRH:  IPL 2020ની ક્વોલિફાયર-2 એટલે કે એક રીતે સેમિફાઇનલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે.આજે જે ટીમ જીતશે તે ફાઇનલમાં મુંબઈ સામે રમશે. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. દિલ્હીના ઓપનર માર્કસ સ્ટોયનિસ (27 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 38 રન) અને શિખર ધવન (50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 78 રન)એ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 86 રન જોડ્યા હતા. શ્રેયસ ઐયરે 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. હેટમાયર 22 બોલમાં 42 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સનરાઇઝર્સ તરફથી જેસન હોલ્ડર, રાશિદ ખાન, સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી.



દિલ્હીની આજની ટીમ: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે

હૈદરાબાદની આજની ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન