આ પહેલા આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ અણનમ 90 રન બનાવ્યા હતા. તેના દમ પર બેંગ્લોરની ટીમે ચેન્નઈને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નઈના શાર્દુલ ઠાકુરએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. IPLમાં વિરાટે 38મી ફિફટી ફટકારતા 52 બોલમાં 4 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 90 રન કર્યા હતા. આ સાથે લીગમાં 6 હજાર રન પૂરા કર્યા.
આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-4માં પહોંચી ગયું છે. ચેન્નઈ સુપરકિંગ્સની ટીમને પ્રથમ 7 માંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ્સ ટેબલમાં 4 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, શિવમ દુબે, ક્રિસ મોરિસ, સુંદર, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની અને ચહલ
ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11: એમએસ ધોની (કપ્તાન/વિકેટકીપર), શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એન. જગદીસન, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર