200 છગ્ગ ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો એબી ડિવિલિયર્સ
એબી ડિવિલિયર્સે આ મેચમાં 51 રન બનાવ્યા. જેમાં બે છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે જ તે આરબીસી માટે 200 છગ્ગા ફટકારના નાર બીજો ખેલાડી બની ગોય છે. તેના નામે 201 છગ્ગા છે. જ્યારે આ યાદીમાં 239 છગ્ગા સાથે ગ્રિસ ગેલ પ્રથમ ક્રમ પર છે.
ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચુરી ફટકારનાર બીજો ખેલાડો
આરીબીસી માટે દેવદત્ત પડ્ડિકુલે 56 રનની શાનદાર ઇનિંગ રમી. આ સાથે આઈપીએલમાં ડેબ્યૂ મેચમાં હાશ સેન્ચુરી ફટકારનાર તે બીજો ખેલાડી બની ગોય છે. આ પહેલા શ્રીવત્સ ગોસ્વામીએ ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.
સાથે પડ્ડિકલ આરસીબી માટે ડેબ્યૂ મેચમાં સૌથી વધારે રના બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં ક્રિસ ગેલ પ્રથમ નંબર પર છે.
છેલ્લી 10 મેચમાં RCB વિરૂદ્ધ પ્રથમ વખત ડબલ ફીગરમાં ન રમી શક્યો વોર્નર
એસઆરએચના કેપ્ટન ડેવિડ વોર્નર આ મેચમાં છ રન બનાવીને આઉટ થયા. આમ આરસીબી વિરૂદ્ધ છેલ્લી 10 મેચમાં તે પ્રથમ વખત ડબલ ફીગર સુધી ન પહોંચી શક્યો. આ પહેલાની 9 ઇનિંગમાંથી આઠ ઇનિંગમાં વોર્નરે 50 કરતાં વધારે રન બનાવ્યા હતા.
આ સાથે જ એરોન ફિંચ આઠ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ માટે રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મામલે દિનેશ કાર્તિક અને પાર્થિવ પટેલ છ-છ ફ્રેન્ચાઈઝી સાથે બીજા નંબર પર છે.
આ મેચમાં કેપ્ટન તરીકે કોહલીએ 50મી જીત નોંધાવી છે. કોહલી કેપ્ટન તરીકે 111 મેચમાંથી 50 મેચમાં જીત નોંધાવી છે. આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે.