બટલર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 21 ખેલાડીઓની સાથે 17 સપ્ટેમ્બરે યૂએઈ પહોંચ્યો હતો. પરંતુ બટલર યૂએઈ પોતાના પરિવાર સાથે આવ્યો છે, માટે તેને 6 દિવ કોરેન્ટાઈન રહેવું પડશે, જ્યારે બાકીના ખેલાડીઓને માત્ર 36 કલાક કોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. બટલરને ટીમની સાથે જોડવા માટે બે કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ આવવા પણ જરૂરી છે.
સ્મિથનું રમવાનું નક્કી
રાજસ્થાન રોયલ્સને મોટી રાહત એ છે કે સ્ટીવ સ્મિથ ફિટ છે. સ્ટીવ સ્મિથને માથામાં બોલ વાગવાને કારણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝનો ભાગ ન હતો. જોકે હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે તે પૂરી રીતે ફિટ છે અને તે ટીમની કમાન સંભાળતા જોવા મળશે.
બેન સ્ટોક્સને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી
બેન સ્ટોક્સના રાજસ્થાન રોયલ્સની સાથે જોડાવવાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. સ્ટોક્સ ઓગસ્ટમાં જ પોતાના પિતાના બીમાર હોવાને કારણે ન્યૂઝીલેન્ડ ચાલ્યા ગયા હતા. સ્ટોક્સના પિતા કેન્સરનો સામનો કરી રહ્યા છે. સ્ટોક્સ હજુ સુધી યૂએઈ નથી આવ્યો અને અહીં પહોંચવા પર તેને 6 દિવસ કોરેન્ટાઈન રહેવું પડશે. એવામાં સ્ટોક્સના શરૂઆતની મેચમાં બહાર રહેવાનું નક્કી છે.