IPL 2020 SRH vs RCB: આઈપીએલ 2020ના ત્રીજા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઈનરાઝર્સ હૈદ્રાબાદને 10 રને હાર આપી છે. કોહલીની આરસીબીએ પહેલા રમતા દેવદત્ત પડ્ડિકલ અને એબી ડીવિલિયર્સની હાફ સેન્ચુરીના જોરે 20 ઓવરમાં 163 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ 19.4 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.


મેચમાં ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન બનાવ્યા હતા. દેવદત્ત પડ્ડીકલે 42 બોલમાં 56 રન અને ડીવિલિયર્સે 30 બોલમાં 51 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી નટરાજન, અભિષેક શર્મા, વિજય શંકરને 1 1 વિકેટ મળી હતી.

ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડ્ડીકલે એરોન ફિંચ સાથે પ્રથમ વિકેટની 90 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન તેણે પોતાની અડધી સદી પૂરી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. પડ્ડીકલે 42 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. . આરસીબી તરફથી ક્રિસ ગેઇલે 2011માં ડેબ્યૂ મેચમાં કોલકાતા સામે અણનમ 102 રન, 2011માં ડિવિલિયર્સે અણનમ 54, 2014માં યુવરાજ સિંહે અણનમ 52 રન બનાવ્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, વિજય શંકર, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ટી.નટરાજન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમઃ એરોન ફિંચ, દેવદત્ત પડ્ડીકલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, જોશ ફિલીપી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેંદ્ર ચહલ