KKR vs MI: અબુધાબીમાં રમાય રહેલી આઈપીએલ 2020ની પાંચમી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતા 39 બોલમાં 4 સિક્સની મદદથી આઈપીએલ 2020માં પોતાની પ્રથમ ફિફ્ટી નોંધાવી દીધી છે. તેની સાથે તે આઈપીએલમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
રોહિત પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નર આઈપીએલમાં કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. વૉર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 829 રન બનાવ્યા છે. પરંતુ હિટમેને તેને પાછળ છોડી દીધો છે.
રોહિત શર્માએ કોલકાતા સામે 54 બોલમાં 3 ફોર અને 6 સિક્સ સાથે 80 રન બનાવ્યા હતા. આઈપીએલમા રોહિત અત્યાર સુધી કોલકાતા વિરુદ્ધ એક સદી અને 6 અડધી સદી નોંધાવી ચૂક્યો છે.
KKR vs MI: IPL 2020ની પ્રથમ અડધી સદી નોંધાવતાની સાથે જ રોહિત શર્માએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2020 09:08 PM (IST)
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતા 39 બોલમાં 4 સિક્સની મદદથી આઈપીએલ 2020માં પોતાની પ્રથમ ફિફ્ટી નોંધાવી દીધી છે.
તસવીર- મુંબઈ ઈન્ડિયન્સ ટ્વિટર
- - - - - - - - - Advertisement - - - - - - - - -