IPL 2020: રોહિત શર્માએ ખુદને ગણાવ્યો સંપૂર્ણ ફિટ, BCCI પર ઉઠ્યા ગંભીર સવાલો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Nov 2020 04:23 PM (IST)
રોહિત શર્માએ મેદાન પર વાપસી કરતા ખુશી વ્યક્ત કરી હતી. રોહિતે કહ્યું કે, “મેદાન પર પરત ફરતા ખુશી અનુભવી રહ્યો છે. કેટલીક મેચો હજુ રમવાની છે તેના બાદ જોઈશું કે શું થાય છે. હેમસ્ટ્રિં હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું છે.”
તસવીર-મુંબઈ ઈન્ડિયન્સ
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં રોહિત શર્માની ઈજાને લઈ શરુ થયેલો વિવાદ વધુ વકર્યો છે. એક તરફ બીસીસીઆઈએ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે અનફિટ ગણાવ્યો છે, ત્યાં બીજી તરફ રોહિત શર્મા લીગ રાઉન્ડની અંતિમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેદાન પર ઉતર્યા હતો. રોહિત શર્માએ કહ્યું કે, હેમસ્ટ્રિંગ ઈન્જરીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. રોહિત શર્માએ મેદાન પર વાપસી કરતા ખુશી વ્યક્ત કરી હતી. રોહિતે કહ્યું કે, “મેદાન પર પરત ફરતા ખુશી અનુભવી રહ્યો છે. કેટલીક મેચો હજુ રમવાની છે તેના બાદ જોઈશું કે શું થાય છે. હેમસ્ટ્રિં હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું છે.” રોહિત શર્માએ આપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સાત બોલ રમ્યો હતો અને ચાર રન બનાવ્યા હતા. આ મેચમાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે વાપસી કરતા પહેલા ગત ચાર મેચ રમ્યો નહોતી. રોહિત શર્માએ એ દિવસે જ મેદાન પર વાપસી કરી જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને મેદાન પર પરત જવામાં ઉતાવળ કરવાથી બચવાની સલાહ આપી હતી. મુંબઈ ઈન્ડિયના ટીમ મેનેજમેન્ટ અનુસાર 18 ઓક્ટોબરે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મેચ દરમિયાન તેના પગમાં હેમસ્ટ્રિંગ થઈ ગયું હતું. રોહિતને ગઈકાલે ટોસ દરમિયાન તેની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હવે એવું લાગે છે કે, તે સંપૂર્ણ ફિટ એન્ડ ફાઈન છે.