નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સની શરૂઆત સારી રહી, પરંતુ બે મેચ જીત્યા બાદ સતત ત્રણ મેચમાં હાર મળી છે. મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મંગળવારની મેચમાં હાર તો મળી સાથે સાથે કેપ્ટન સ્ટીવ સ્મિથને મોટો ઝટકો પણ લાગ્યો છે. કેપ્ટન સ્ટીવ સ્મિથને સ્લૉ ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાની જંગી રકમનો દંડ થયો છે.
મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાનને મુંબઇએ 57 રનોથી હાર આપી હતી. મેચ બાદ આઇપીએલ લીગ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટીવ સ્મિથ પર 12 લાખ રૂપિયાનો દંડ થયો હોવાની જાણકારી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથ અબુધાબીમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્લૉ ઓવર રેટનો દોષી ઠર્યો છે, આ કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જોકે, સ્ટીવ સ્મિથ પહેલો કેપ્ટન નથી જેને આ આઇપીએલમાં સ્લૉ ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હોય. આ અગાઉ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી અને દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યર પર પણ અગાઉ સ્લૉ ઓવર રેટના કારણે દંડાઇ ચૂક્યા છે. બન્ને ઉપર 12-12 લાખનો દંડ થઇ ચૂક્યો છે.
કેપ્ટનોની આ પહેલી ભુલ હોવાથી માત્ર 12 લાખ રૂપિયાનો દંડ જ કરાયો છે, જો બીજી ભુલ થશે તો એક મેચ માટે બેન પણ થઇ શકે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
રાજસ્થાન રૉયલ્સના કેપ્ટને શું કરી હરકત કે થયો 12 લાખ રૂપિયાનો જંગી દંડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Oct 2020 10:20 AM (IST)
કેપ્ટનોની આ પહેલી ભુલ હોવાથી માત્ર 12 લાખ રૂપિયાનો દંડ જ કરાયો છે, જો બીજી ભુલ થશે તો એક મેચ માટે બેન પણ થઇ શકે છે
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -