આઇપીએલની 13મી સિઝનની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને હૈદારબાદની વચ્ચે રમાયેલી આઠમી મેચ સુધી ઇનિંગની 20મી ઓવરમાં 14.54ની એવરેજથી રન બનાવાયા છે.
અનુભવી ક્રિકેટ સાંખ્યિકીવિદ મોહનદાસ મેનન અનુસાર, આઇપીએલની 13મી સિઝનમાં રમાયેલા અત્યાર સુધી આઠ મેચોમાં 78 બૉલર પર (જે 20મી ઓવરમાં ફેંકવામાં આવ્યા) 189 રન બન્યા છે.
20મી ઓવર ઉપરાંત 18મી ઓવરમાં અત્યાર સુધી 11.80ની એવરેજથી જ્યારે 17મી ઓવરમાં 10.44ની એવરેજથી રન બન્યા છે. આ આંકડા શનિવારે સુધી રમાયેલી મેચોના છે. મેનનુ કહેવુ છે કે 19મી ઓવરમાં બેટીંગ કરનારી ટીમોએ અત્યાર સુધી વધારે રન નથી બનાવ્યા.
તેમને કહ્યું કે, ઇનિંગની 19મી ઓવર ટીમના સર્વશ્રેષ્ઠ બૉલર તરફથી નાંખવામાં આવી છે, અને આ ઓવરમાં અત્યાર સુધી 9.14ની એવરેજથી જ રન બન્યા છે.
વળી, બીજી બાજુ ઇનિંગમાં સૌથી ઓછા રન બીજી, પહેલી અને 11મી ઓવરમાં બન્યા છે. બીજી ઓવરમાં જોકે ફિલ્ડ પ્રતિબંધ લાગુ હોય છે. આવામાં આ ઓવરમાં અત્યાર સુધી 5.25ની એવરેજથી જ રન બન્યા છે.
શનિવાર સુધી રમાયેલી આઠ મેચોમાં જેટલી પણ બીજી ઓવર ફેંકાઇ છે, તેમાં કુલ મળીને અત્યાર સુધી 84 રન જ બન્યા છે. વળી પહેલી ઓવરમાં અત્યાર સુધી 5.31ની એવરેજથી અને 11મી ઓવરમાં 6.31ની એવરેજથી રન બન્યા છે.
મેનને આગળ કહ્યું કે, બૉલિંગની રીતે જોવામાં આવે તો અત્યાર સુધી 16મી અને 20 ઓવરમાં સૌથી વધુ વિકેટ પડી છે, આ બન્ને ઓવરોમાં પ્રત્યેક ઓવરમાં 11 વિકેટ પડી છે. જોકે, જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ આંકડા બદલાતા જશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ