નવી દિલ્હીઃ આઇપીએલની 9મી મેચ ક્રિકેટ ફ્રેન્સ હંમેશા યાદ રાખશે, આ મેચમાં રાજસ્થાન રૉયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને ચાર વિકેટથી હાર આપી દીધી. આમ તો જીતના કેટલાય હીરો રહ્યાં પરંતુ સૌથી વધુ પ્રસંશા થઇ રહી છે સંજૂ સેમસનની. સંજૂ સેમસને સતત રાજસ્થાન માટે બીજી મહત્વની ઇનિંગ રમી, જેના કારણે ટીમે સતત બીજી જીત નોંધાવી દીધી છે. આ બાજુ તેની પ્રસંશા કરવામાં આવી રહી છે, વળી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ તેની પ્રસંશા કરી રહ્યાં છે.

સંજૂ સેમસનની રાજસ્થાન માટે બેટિંગ જોઇને કોંગ્રેસ નેતા શશી થરૂર ચોંકી ગયા, તેમને સંજુ માટે કહી દીધુ કે તે ભારતનો બીજો આગામી ધોની બનશે. પરંતુ આ માટે ગૌતમ ગંભીર અસહમત હતો, અને તેને સંજૂ સેમસન એક બીજુ ખાસ ટ્વીટ કર્યુ હતુ.

ખરેખર, તેને ટ્વીટર પર લખ્યું- સંજૂ સેમસને કોઇના જેવા બનવાની જરૂર નથી, તેને ખુદની અલગ ઓળખ હશે. તે ભારતીય ક્રિકેટનો સંજૂ સેમસન હશે. આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું હતુ કે સંજૂ સેમસન ભારતનો નેક્સ્ટ મહેન્દ્ર સિંહ ધોની હશે.





ઉલ્લેખનીય છે કે રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચમાં સંજૂ સેમસને આક્રમક ઇનિંગ રમી, તેને 42 બૉલમાં તાબડતોડ બેટિંગ કરતા 85 રન ફટકારી દીધા હતા, તેને પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા. સંજૂ સેમસને 202.38ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગના કારણે રાજસ્થાન આટલા મોટો સ્કૉરનો પીછો કરીને જીત મેળવી શક્યુ હતુ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ