શારજહાઃ આઇપીએલમાં ગઇકાલે રમાયેલી પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચ હાઇસ્કૉરિંગ હોવાની સાથે સાથે હાઇ રોમાચક પણ રહી. અંતે મેચમાં રાજસ્થાને બાજી મારી લીધી હતી. રાજસ્થાનની જીતમાં કેટલાય હીરો રહ્યાં પરંતુ રાહુલ તેવટિયાએ સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. રાહુલ તેવટિયાએ એક ઓવરમાં 5 છગ્ગા ફટકારીને ઇનિંગને રાજસ્થાન તરફી કરી નાંખી હતી. રાહુલ તેવટિયાની બેટિંગના સહારે રાજસ્થાને 27 સપ્ટેમબરે ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી જીત હાંસલ કરી. તેને પોતાનો 12 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

રાજસ્થાન રૉયલ્સની સામે 224 રનનુ લક્ષ્ય હતું, આવામાં છેલ્લી ત્રણ ઓવરમાં 51 રન બનાવવાના હતા, આવામાં રાહુલ તેવટિયા (31 બૉલમાં 53 રન, સાત છગ્ગા)એ શેલ્ડન કૉટરેલની ઇનિંગની 18મી ઓવરમાં પાંચ છગ્ગા લગાવીને આખા સમીકરણને ફેરવી નાંખ્યુ હતુ.

નવા બેટ્સમેન જોફ્રા આર્ચર (3 બૉલમાં અણનમ 13 રન)એ મોહમ્મદ શમી પર સતત બે છગ્ગા લગાવ્યા હતા, જ્યારે રાહુલ તેવટિયા આ જ ઓવરમાં એક છગ્ગોથી પોતાની ફિફ્ટી પુરી કરી હતી, રૉયલ્સે 19.3 ઓવરમાં છ વિકેટ પર 226 રન બનાવીને જીત નોંધાવી, છેલ્લી પાંચ ઓવરોમાં 86 રન બનાવી.

રાહુલ તેવટિયાએ એક સમય 19 બૉલ પર માત્ર આઠ રન બનાવ્યા હતા. જોસ બૉટરલ (4)ની વિકેટ પડ્યા પછી સ્મિથ અને સેમસને રૉયલ્સની ઇનિંગને આગળ ધપાવી હતી, અંતે મેચનો હીરો બનીને રાહુલ તેવટિયા ઉભર્યો હતો. હારની કગાર પર પહોંચેલી ટીમને 18મી ઓવરમાં પાંચ છગ્ગા ફટકારની રાહુલ તેવટિયા જીતની નજીક પહોંચાડી દીધી હતી. આ રીતે એક સમયે વિલન બનેલો રાહુલ તેવટિયા હીરો બની ગયો હતો.

મેચ બાદ રાહુલ તેવટિયાએ કહ્યું કે, હું ખુબ સારુ અનુભવી રહ્યો છું, શરૂઆતના 20 બૉલ મારી કેરિયરના સૌથી ખરાબ બૉલ રહ્યાં હતા. ત્યારપછી મે મારવાનુ શરૂ કર્યુ, ડગઆઉટ જાણતો હતો કે બૉલને હીટ કરી શકુ છુ,હું જાણતો હતો કે મને મારી જાતમાં વિશ્વાસ કરવાની જરૂર છે. આ માત્ર એક છગ્ગાની વાત નથી, પાંચ છગ્ગા એક ઓવરમાં આવ્યા, આ શાનદાર હતુ, મે લેગ સ્પિનરને મારવાની કોશિશ કરી, પરંતુ મારી ના શક્યો, એટલા માટે મને બીજા બૉલરને ધોવો પડ્યો.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ