મયંક-રાહુલનો ઈતિહાસ
પંજાબને તેના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 16.3 ઓવરમાં 183 રનની પાર્ટનરશિપ કરી હતી. મયંક અગ્રવાલે 50 બોલમાં 7 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે પણ 1 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 54 બોલમાં 69 રન બનાવ્યા હતા. આ બંનેની પાર્ટનરશિપ આઈપીએલના ઈતિહાસની સૌથી ત્રીજી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે. બંનેએ આજે આ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
આઈપીએલમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોના નામે છે. આ બંનેએ આઈપીએલ 2019માં પ્રથમ વિકેટ માટે 185 રનની ભાગીદારી કરી હતી. જે બાદ બીજા નંબર ગૌતમ ગંભીર અને ક્રિસ લીનનું નામ છે. બંનેએ 184 રનની પાર્ટનરશિપ કરી હતી.
આ છે આઈપીએલની સૌથી મોટી ભાગીદારી
આઈપીએલમાં સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ શોન માર્શ અને એડમ ગિલક્રિસ્ટના નામે છે. 2011માં આ બંનેએ બીજી વિકેટ માટે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે આટલી મોટી પાર્ટનરશિપ નથી થઈ.
IPL 2020 RR vs KXIP: મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલની જોડીએ રચ્યો ઈતિહાસ, બનીવી દીધો આ મોટો રેકોર્ડ