નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં ટીમ ઇન્ડિયાની ક્રિકેટર મિતાલી રાજ સાડી પહેરીને બેટિંગ કરતી દેખાઇ રહી છે. આ વીડિયોને મિતાલીએ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

મિતાલીએ આ વીડિયોને પૉસ્ટ કરતા લખ્યુ કે- "દરેક સાડી કંઇક કહે છે, આ તમને ક્યારેય ફિટ થવાનુ નથી કહેતી. ચાલો આ વૂમન ડે (ઇન્ટરનેશનલ વૂમન-ડે 2020) એક અનમોલ વસ્તુની શરૂઆત કરીએ. આ વૂમન-ડેએ પોતાની શરતો પર જીવવાનુ શરૂ કરીએ."


મિતાલી રાજનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને લાખોની સંખ્યામાં લોકો જુઓ રહ્યાં છે. ફેન્સ વીડિયોમાં મિતાની પ્રસંશા પણ કરી રહ્યાં છે. આ એક પ્રમૉશનલ વીડિયો છે.



વીડિયોમાં મિતાલી સાડી અને ચાંદલા સાથે હેલમેટ લગાવીને ક્રિઝ પર ઉભી છે, શૉટ્સ ફટકારી રહી છે. મિતાલીનો આ ખાસ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મિતાલીએ રાજે ગયા વર્ષે જ ટી20 ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકી છે.