આરસીબીના બોલરોએ કેકેઆરની ઇનિંગ દરમિયાન ચાર મેડન ઓવર ફેંકી. આ મેચ પહેલા આઈપીએલમાં કોઈપણ ઇનિંગમાં બેથી વધારે મેડન ઓવર ફેંકવામાં આવી ન હતી. આરબીસીના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બે ઓવર મેડન ફેંકી હતી. જ્યારે મોરિસ અને ચહલે એક એક ઓવર મેડન ફેંકી.
મોહમ્મદ સિરાજે રચ્યો ઈતિહાસ
આઈપીએલની 13મી સીઝનમાં મોહમ્મદ સિરાજ બિલકુલ પણ ફોર્મમાં જોવા મળી રહ્યો ન હતો. સિરાજને વિકાટ ન મળવા ઉપરાંત રન રોકવામાં પણ તે નિષ્ફળ રહ્યો હતો. પરંતુ કેકેઆર વિરૂદ્ધ ટીમમાં તેને એક તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સિરાજ ટીમની આશા પર ખરો ઉતર્યો. સિરાજે ચાર ઓવરની બોલિંગ કરતાં 8 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. પોતાની ચાર ઓવરના સ્પેલ દમરિયાન સિરાજે બે મેડન ઓવર ફેંકી. આઈપીએલના ઈતિહાસમાં સિરાજ એક જ ઇનિંગમાં બે મેડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બની ગયો છે.