RCB તરફથી દેવદત્ત પડ્ડીકલે 25 રન, એરોન ફિંચે 16 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 18 રને અને ગુરકિરત માન 21 રને નોટ આઉટ રહ્યા હતા. કોલકાતા તરફથી ફર્ગ્યુસનને એક સફળતા મળી હતી.
આ પહેલા મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કોલકાતાના કેપ્ટન મોર્ગનનો ફેંસલો ઉંધો પડ્યો હતો અને 3 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેની કળ કેકેઆરને ક્યારેય વળી નહોતી અને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 84 રન બનાવી શકી હતી. મોર્ગન (30 રન) સિવાયના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. આરસીબી તરફથી મોહમ્મદ સિરાજે 8 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ચહલે 15 રનમાં 2 વિકેટ લીધી હતી.
RCBની ટીમ: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, સુંદર, ઇસુરુ ઉદાના, મોહમ્મદ સિરાજ નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ
KKRની ટીમ: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઓઇન મોર્ગન (કેપ્ટન), ટોમ બેન્ટન, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી
IPL 2020: મોહમ્મદ સિરાજની આગ ઝરતી બોલિંગે રચ્યો ઈતિહાસ, IPLમાં નથી કરી શક્યો કોઈ બોલર આ કારનામું