એબીપી ન્યૂઝની વેબસાઇટ પર પ્રસારિત થયેલા એક અહેવાલ પ્રમાણે, 28 મેએ બોર્ડ મેમ્બરની મીટિંગ થવાની છે, જેને લઇને કહેવાઇ રહ્યુ છે કે ટી20 વર્લ્ડકપ 2022 સુધી ટાળવામાં આવી શકે છે. વર્લ્ડ બોર્ડના ગવર્નિંગના એક સભ્યએ આ વાતની જાણકારી આપી છે. બોર્ડના સભ્યોનુ માનવુ છે કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ટી20 વર્લ્ડકપ પર અનિશ્ચિતતાનો વાદળ મંડરાઇ રહ્યાં છે, અને આને શિફ્ટ કરવાથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાનો પક્ષઘર હોઇ શકે છે.
આઇસીસી બોર્ડના સભ્યને કહેવા પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ આ પ્રસ્તાવનુ સમર્થન કરી શકે છે, જો આમ થશે તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) રમાડવાનો તખ્તો ગોઠવાઇ શકે છે.
આઇસીસીની આ ટૂર્નામેન્ટનુ આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીનુ છે, આઇસીસી બોર્ડની બેઠક પહેલા ક્રિકેટ સમિતીની બેઠક છે, જેમાં કેટલાક મોટા નિર્ણયો આવી શકે છે.
એક સભ્યએ કહ્યું કે, અમે આઇસીસી ઇવેન્ટ કમિટીમાંથી ત્રણ ઓપ્શનની આશા રાખી શકીએ છીએ. પહેલો ઓપ્શન 14 દિવસીય ક્વૉરન્ટાઇનની સાથે વર્લ્ડ ટી20 છે, જેમાં ભીડની અનુમતી છે. આ વિકલ્પ માટે બેકઅપ એક ખાલી સ્ટેડિયમ હોઇ શકે છે, ત્રીજો વિકલ્પ ટૂર્નામેન્ટને 2022 સુધી શિફ્ટ કરવામાં આવી શકે છે. પરંતુ જો બોર્ડ મીટિંગમાં ટી20 વર્લ્ડકપ સ્થગિત કરવાનો નિર્ણય આવશે તો બીસીસીઆઇ આઇપીએલ હૉસ્ટ કરવાનુ વિચારી શકશે.